અખબારી યાદી

Falguni G. Jadav

અખબારી યાદી

તા. ૨૯/૦૭/૨૦૦૭
તંત્રી શ્રી,

 ગઇ તારીખ ૨૪/૦૭/૨૦૦૭ ના રોજ બાપુનગરના ઇન્ડીયા કોલોની વિસ્તારમાં આવેલ વિદ્યાનગર હાઈસ્કૂલમા ત્રીજા માળેથી દિવાલની છત તૂટી પડતા અનેક વિદ્યાર્થી ઘાયલ થયા હતા. તેમા ધોરણ ૧૧ ની ફાલ્ગુનિ ગોવિન્દભાઇ જાદવ અત્યંત ગંભિર રીતે ઘાયલ થઇ હતી અને અત્યારે વિ.એસ.હોસ્પિટલ માં જીવન-મરણ વચ્ચે જોલા ખાઇ રહેલ છે.

 ફાલ્ગુનિની તબિયત સારી થાય અને ફાલ્ગુની બહેનના લાંબા આયુષ્ય માટે અમદાવાદ શહેર એન.એસ.યુ.આઇ. ના મહામંત્રી રાહુલ દેસાઇ,પ્રવક્તા ભુષણ કુલકર્ણી અને વૉર્ડ પ્રમુખ પ્રિયાંક ઝા દ્વારા શાળા પાસે મહામૃત્યુંજય જાપ અને યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા આજુબાજુના વિસ્તારના લોકો અને આગેવાનો ની ઉપસ્થિતિ રહી હતી અને તે આયોજનને સારો પ્રતિસાદ મળતા ઘણા લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા.

શાળા સંચાલક રમેશ પ્રજાપતિ ના પેટમાં તેલ રેડાયુ હોય તેમ તેમણે ત્યાં લોકો દ્વારા બતાવવામાં આવેલ “જવાબદાર કોણ?” ના સુચક બેનરનો વિરોધ કર્યો હતો અને આયોજક ના આમંત્રણ છતા હાજર રહ્યા ન હતા અને આ પ્રસંગને અટકાવવા માટે તેમણે પોલિસનો સહારો લઇ ઘર્ષણનો માર્ગ અપનાવી વિસ્તારના લોકોની લાગણી દુભાવી હતી.

એન.એસ.યુ.આઇ  દ્વારા કોઇ પણ પ્રકારની શેહ શરમ કે દબાણ ને વશ થયા વગર કાર્યક્રમ ચાલુ રખાયેલ હતો.અને સંચાલકની હિટલર નિતિનો વિરોધ કરી, હવે પછી તેઓ ક્યારેય વિદ્યાર્થીઓની આડે આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામા આવી હતી.
 reco0012.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s